મોહરમના તહેવારને અનુલક્ષીને આગામી તા.5 અને 6 જુલાઇના રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએથી તાજિયા નીકળી કોઠારિયા પોલીસ ચોકી ખાતે એકઠા થશે. તાજિયાના રૂટમાં ટ્રાફિક સમસ્યા થાય નહીં તે માટે કેટલાક માર્ગો પર વાહનની પ્રવેશબંધી તથા નો-પાર્કિંગ જાહેર કરાયા છે.
પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ તા.5ના રાત્રીના 8 વાગ્યાથી તા.6ના સવારના 5 વાગ્યા સુધી તેમજ તા.6ના બપોરના 12 કલાકથી રાત્રીના 12 વાગ્યા સુધી આ જાહેરનામું અમલી રહેશે. જાહેરનામા મુજબ 80 ફૂટ રોડ સોરઠિયા-વે બ્રિજથી જિલ્લા ગાર્ડન ચોક, રામનાથપરા મેઇન રોડ, ગરુડ ગરબી ચોકથી વિરાણી વાડી, કોઠારિયા નાકા પોલીસ ચોકી સુધી તેમજ ભાવનગર રોડ પાંજરાપોળ ટી ચોકથી ગરુડ ગરબી ચોક અને ગઢની રાંગ ભીચરી નાકાથી ગરુડ ગરબી ચોક વાહનો માટે પ્રવેશ બંધ તથા નો-પાર્કિંગ જાહેર કરાયો છે.
કોઠારિયા નાકા ચોકીથી ગુંદાવાડી ચોક, કેનાલ રોડથી જિલ્લા ગાર્ડન ચોક, દરબાગઢથી સોનીબજાર રોડ, ગુજરી બજાર, એવન હોટેલ ચોકથી કોઠારિયા ચોકી, ભૂપેન્દ્ર રોડ દીવાનપરા ચોકીથી પેલેસ રોડ, ચુનારાવાડ બેઠા પુલના ખૂણેથી રામનાથપરા પોલીસ લાઇન ઝાપા સુધી વાહન પ્રવેશબંધી અને નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. રૈયા ચોકડી આમ્રપાલી અંડરબ્રિજ સુધી તથા કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, ફૂલછાબ ચોક, ભીલવાસ ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, જ્યુબિલી ચોક, સદર ચોકીથી ફૂલછાબ ચોક સુધી જે રોડ ઉપર તાજિયા પસાર થાય છે તે રોડ ઉપર તાજિયાઓના પસાર થવાના સમયે તમામ વાહનો માટે પ્રવેશબંધ તથા નો-પાર્કિંગ જાહેર કરવામાં આવે છે.