તહેવાર-પ્રસંગમાં ખર્ચ પર કાપ મૂકી વિદ્યાર્થીઓને રૂ. 1.21 કરોડની સહાય

આજના સમયમાં અભ્યાસ એ પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે. નાણાંના અભાવે કોઈનો અભ્યાસ અટકે નહિ એ માટે રોટરી ક્લબ-3060 આગળ આવ્યું છે. જેમાં મજૂરથી માલિક સૌ કોઈ જોડાય છે. આ અભિયાન અંતર્ગત સમાજના સૌ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા શક્તિ પ્રમાણે દાન આપે છે.

15 વર્ષમાં 300થી વધુ વિદ્યાર્થીઓને 1.21 કરોડની સહાય કરવામાં આવી છે. હવે આ સંખ્યા આ વર્ષ સુધીના અંતમાં 500એ પહોંચવાનો ધ્યેય છે. તેમ રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ અને પ્રોજેક્ટ ફાઉન્ડરએજણાવ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતા રોટરી ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહે જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજકોટ શહેરના જ વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે સુરત, જૂનાગઢ, વડોદરા, જામનગર, મહેસાણા કેશોદના વિદ્યાર્થીઓને પણ સ્કોલરશિપ આપવામાં આવશે.

વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકે નહિ એ માટે આ યોજના અમલી બનાવવામાં આવી છે. કોઈ કાર્યક્રમ હોય ત્યારે કે રોટરી ક્લબના સભ્ય પોતાના કે પરિવારના પ્રસંગોએ બિનજરૂરી ખર્ચ અટકાવી આ રકમ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે વાપરે છે.આમ ટીપે ટીપે સરોવર ભરાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *