તમાકુના સેવનથી બાળકો અને યુવાનોને બચાવવાની જરૂર

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તમાકુના સતત વધી રહેલા સેવન અને તેની આરોગ્ય પર પડી રહેલી હાનિકારક અસરોને ધ્યાનમાં રાખીને દર વર્ષે 31 મેના દિવસે “વર્લ્ડ નો ટોબેકો ડે” ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ તમાકુનું સેવન ઘટે તેમજ લોકો તમાકુથી થતા ગંભીર રોગોમાં ન સપડાઈ અને પ્રત્યેક વ્યક્તિને તમાકુના સેવનથી થતી ગંભીર બિમારીઓ અટકાવી શકવા માટે તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ ટોબેકો ઈન્ડસ્ટ્રી ઇન્ટરફિયરન્સ (ટોબેકો ઇન્ડસ્ટ્રીના દખલથી બાળકોને રક્ષણ આપવું) છે. તમાકુના સેવનથી બાળકો અને યુવાનો પર કેવી અસર થાય છે તે અંગેના મહત્વપૂર્ણ મુદ્દા પર વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના નિષ્ણાંત ડોક્ટર્સ ડૉ. પ્રશાંત વણઝર, ડૉ. હિમાંશુ કોયાણી અને ડૉ. દર્શન પટેલની ટીમ એ માહિતી આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *