ડ્રાઈવર લેવા ન આવ્યો તો સારા અલી ખાન ઓટો પકડીને પહોંચી ઘરે!

સારા અલી ખાન તેના મસ્તીખોર સ્વભાવ માટે ઘણી જાણીતી છે અને તે દરરોજ કઈંક આવી વસ્તુઓ કરે છે, જેને જોઈને ચાહકો વચ્ચે ચર્ચાનો વિષય બની જાય છે. આ દરમિયાન હવે સારાનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ઓટોરિક્ષાની સવારી કરતી નજર આવે છે. હવે સારા અલી ખાનને ઓટોમાં કેમ સવારી કરવી પડી એ વિશે જાણીએ.
સારાની ઓટો રાઈડ
હાલ સારા અલી ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાની ઓટો રિક્ષામાં બેઠી છે અને તેણે કંઈક એવું કહ્યું છે કે તમે પણ ચોંકી જશો. વિડીયોમાં એમ જોવા મળે છે કે સારા અલી ખાને રિક્ષા પકડી અને તેમાં બેસી ગઈ. જ્યારે પેપ્સે સારા અલી ખાનને આ વિશે પૂછ્યું, ત્યારે અભિનેત્રીએ કહ્યું, ‘તેની ગાડી નથી આવી’. આની આગળ સારાએ કહ્યું કે તે પહેલા પણ ઘણી વખત ઓટોમાં મુસાફરી કરી ચુકી છે. જણાવી દઈએ કે જે દિવસે ફિલ્મનું ટ્રેલર આવ્યું તે દિવસે સારા પણ ઓટો સવારી પર ગઈ હતી અને તેણે અગાઉ પણ આવું કર્યું હતું.

ફિલ્મ જરા હટ કે જરા બચ કેની મ્યુઝિકલ નાઈટ
જણાવી દઈએ કે 2 જૂને સારા અને વિકી કૌશલની ફિલ્મ જરા હાથ કે જરા બચ કે રીલિઝ થવા જઈ રહી છે, આવામાં બંને સ્ટાર્સ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન બુધવારે સાંજે આ ફિલ્મ માટે મ્યુઝિકલ નાઈટ રાખવામાં આવી હતી, જેમાં સારા પણ હાજર હતી, જ્યારે તે ઈવેન્ટ પૂરી કરીને બહાર આવી ત્યારે તેની કાર આવી ન હતી અને ઘરે પહોંચવાની ઉતાવળમાં સારા એ ઓટો રોકી અને તેમ બેસીને નીકળી પડી હતી.

કોઈએ મજાક બનાવી તો કોઈ ફેન બન્યું
સારા અલી ખાનના આ વાયરલ વીડિયોને લઈને જ્યાં ફેન્સ એક્ટ્રેસના વખાણ કરતા જોવા મળ્યા હતા તો ઘણા ટ્રોલર્સે સારા અલી ખાનની ખૂબ મજાક ઉડાવી હતી. સારા અલી ખાનના આ વીડિયો પર કોમેન્ટ કરતાં યુઝરે લખ્યું, ‘ઓટો ડ્રાઈવરને પૈસા કોણ આપશે?’ તો અન્ય એક યુઝરે લખ્યું, ‘આ એક સસ્તો પબ્લિસિટી સ્ટંટ છે.’ પાપારાઝી પેજ પર અપલોડ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *