યાજ્ઞિક રોડથી ડો.હોમી દસ્તુર માર્ગ પર રેલવેના પાટા હેઠળ રૂ.4.18 કરોડના ખર્ચે અન્ડરપાસ બનાવવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં આ કામગીરી ધીમી ગતિએ ચાલી રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે ત્યારે ચોમાસા પૂર્વે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે અને સંભવત: બે માસમાં પ્રોજેક્ટ પૂરો થઇ જાય તેવી સંભાવના છે.
આજની પરિસ્થિતિએ નાળાની મોટાભાગની કામગીરી પૂર્ણ થઇ જતા અને એપ્રોચ રોડની કામગીરી બાકી હોય 2 મહિનામાં નાળાની કામગીરી પૂર્ણ થઇ જવાનો અંદાજ સેવાઇ રહ્યો છે. ત્યારબાદ આ નાળું વાહનોના અવરજવર માટે ખુલ્લું મૂકી દેવાશે. આ નાળાથી સરદારનગર મેઇન રોડ પરના ટ્રાફિકમાં ઘટાડો થવાનો અંદાજ છે.