રાજકોટમાં વધુ એક ગઠિયાએ વેપારી પરિવારને શિકાર બનાવ્યા છેે. જેમાં નકલી તબીબનો સ્વાંગ રચી તેના ઘેર આવી સારવારના બહાને રૂ.6.40 લાખનું બિલ આપ્યું હતું. બાદમાં વૃદ્ધે વાજબી કરવાનું કહેતા 40 હજાર બાદ કરી આપ્યા હતા. બાદમાં વૃદ્ધના પત્નીને ફરી દુખાવો થતા તેનો કોન્ટેક કર્યો હતો, પરંતુ કોઇ નહીં મળતા ફોન કર્યો હોય તે ફોન પણ સ્વિચઓફ થઇ જતા તેને છેતરપિંડી થયાની જાણ થઇ હતી.
અગાઉ વૃદ્ધ તેના પત્ની સાથે વાપીથી રાજકોટ આવતા હતા હોટેલ ખાતે મળેલા બે શખ્સે બહેનને પગમાં તકલીફ હોય તો મુંબઇના ડો.જરીવાલા સો ટકા સારું કરી આપશે તેમ કહી વિઝિટિંગ કાર્ડ આપ્યું હોય જેમાં તેની પુત્રીએ ફોન કરી ઘેર વિઝિટ કરવા માટે બોલાવ્યા હતા અને ડોક્ટરના સ્વાંગમાં આવેલા ગઠિયાએ પગમાં રસી થઇ ગયા છે એક ટીપાંના 8 હજાર થાય તેમ કહી 80 ટીપાં કાઢી આપ્યા હતા અને રૂપિયા લઇ નાસી ગયા હોવાનું જણાવતા પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાલાવડ રોડ પર આર.કે. પાર્કમાં રહેતા અને 150 ફૂટ રિંગ રોડ પર બિગબજાર ઇસ્કોન મોલમાં ચેમ્પિયન સોફ્ટવેર ટેક્નોલોજી લિમિટેડ નામે આઇટી સોફ્ટવેરનું કામ કરતા સવજીભાઇ હરિભાઇ પટેલ (ઉ.70)એ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે મહેશ્વરી, સંજયભાઇ અગ્રવાલ અને ડો.જરીવાલા સહિતના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, નવેમ્બર માસમાં તેની પત્ની સાથે કારમાં વાપી જતા હતા ત્યારે વડોદરા પાસે હોટેલમાં જમવા રોકાયા હતા અને જમીને કારમાં બેસવા જતા હતા ત્યારે પત્નીને પગમાં દુખાવો હોય ચાલવામાં તકલીફ પડતી હોય જેથી હોટેલમાં આવેલા એક અજાણ્યા શખ્સે આવી સાહેબ આ બહેનને ચાલવામાં તકલીફ છે. જેથી સામાવાળાએ તેની ઓળખ મહેશ્વરી તરીકે આપી હતી અને તેના મોબાઇલ નંબર આપ્યા હતા અને તેને ડો.જરીવાલા સાહેબ છે આવા પગના દુખાવાનો ઉપચાર કરી આપે છે અને અમારા બહેનને આવી તકલીફ હતી જે સો ટકા સારી કરી આપી હતી.