ડીનની કાર્યકારી યાદીનું ખોટું અર્થઘટન કરાયું!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ યુનિફોર્મ સ્ટેચ્યુટ-2024 અંતર્ગત વિવિધ વિદ્યાશાખાના ડીનની કાર્યકારી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં અર્થઘટન ખોટું કરાયું હોવાનું શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોએ કુલપતિને લેખિત રજૂઆત કરી હતી.

રજૂઆતમાં જણાવ્યું છે કે, સ્ટેચ્યુટમાં દર્શાવ્યા પ્રમાણે ડીન તરીકે યુનિવર્સિટીના સિનિયર મોસ્ટ પ્રોફેસરની જ નિમણૂક કરવાનું દર્શાવ્યું છે. જો યુનિવર્સિટીમાં સિનિયર મોસ્ટ પ્રોફેસર ન હોય એવા સંજોગોમાં જ સંલગ્ન કૉલેજના સિનિયર મોસ્ટ પ્રિન્સિપાલની નિમણૂક કરી શકાય. આથી એ સ્પષ્ટ થાય છે કે, ડીન તરીકે યુનિવર્સિટીના સિનિયર મોસ્ટ પ્રોફેસરની જ નિમણૂક કરવી જોઈએ. આ નિયમ મુજબ યુનિવર્સિટીએ સંભવિત ડીનની નિમણૂકની યાદીમાં લાઈફ સાયન્સ ફેકલ્ટીમાં ડૉ.રાહુલ કુંડુ, મેનેજમેન્ટ ફેકલ્ટીમાં ડૉ.સંજય ભાયાણી અને કમ્પ્યૂટર સાયન્સ ફેકલ્ટીમાં ડૉ.સી.કે.કુંભારાણાની નિમણૂક કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *