ડીંડોલીમાં ભાડૂઆતે મકાન માલિકને ઢોર માર માર્યો

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા સાંઈનાથ સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ભાડુઆત દ્વારા મકાન માલિકના પુત્રને માર મારવામાં આવતા ભારે ચકચાર મચી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ ડીંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ભાડુઆત દંપતી લક્ષ્મણ બેલદાર અને તેની પત્ની સુલભા બેલદાર ધરપકડ કરી છે.

વાઇરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ભાડેથી રહેતા દંપતીએ કઈ રીતે મકાન માલિકના પુત્રને બેરહેમીથી માર માર્યો છે. ભાડેથી રહેતા દંપતીના હાથમાં લાકડાનો ડંડો છે, જેનાથી તેઓ સતત મકાન માલિકના દીકરાને મારી રહ્યા છે. તેને રસ્તા પર ઢસડીને મારવામાં આવી રહ્યો છે.

આરોપીઓએ હાથ જોડીને માફી માંગી એટલું જ નહીં, સતત અપશબ્દો પણ કહેવામાં આવી રહ્યા છે. માત્ર પતિ જ નહીં, પરંતુ પત્ની પણ મકાન માલિકના દીકરાને બેરહેમીથી માર રહી છે. આ સમગ્ર મામલામાં એક યુવાન અને એક મહિલા પણ મકાન માલિકના પુત્રને મારવામાં સામેલ છે. ધરપકડ થયા બાદ આરોપીઓએ હાથ જોડીને માફી માંગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *