ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારી દર ઘટીને 5.22% થયો

સસ્તી ખાદ્ય ચીજવસ્તુઓના કારણે રિટેલ ફુગાવો ડિસેમ્બરમાં ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ મોંઘવારી ઘટીને 5.22% પર આવી ગઈ છે. અગાઉ નવેમ્બરમાં મોંઘવારી દર 5.48% હતો. જ્યારે 4 મહિના પહેલા ઓગસ્ટમાં ફુગાવો 3.65% હતો.

ફુગાવાની બાસ્કેટમાં ખાદ્ય પદાર્થોનો ફાળો લગભગ 50% છે. મહિના દર મહિનાના આધાર પર તેનો ફુગાવો 9.04%થી ઘટીને 8.39% થયો છે. જ્યારે ગ્રામીણ ફુગાવો 5.95%થી ઘટીને 5.76% અને શહેરી ફુગાવો 4.89%થી ઘટીને 4.58% થયો છે.

ફુગાવાનો સીધો સંબંધ ખરીદ શક્તિ સાથે છે. ઉદાહરણ તરીકે, જો ફુગાવાનો દર 6% છે, તો 100 રૂપિયાની કમાણી માત્ર 94 રૂપિયાની થશે. તેથી ફુગાવાને ધ્યાનમાં રાખીને જ રોકાણ કરવું જોઈએ. નહીંતર તમારા પૈસાની કિંમત ઘટી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *