એડમિશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ (ACPDC) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 10 પછી બે વર્ષના ITI અથવા TEB પ્રમાણપત્ર ધારકો માટે સીધા બીજા વર્ષમાં પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યની 143 કોલેજોની કુલ 40,110 બેઠકો માટે આગામી 17મી એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે.
છેલ્લા કેટલાક વર્ષોના ટ્રેન્ડ મુજબ, ITI પ્રમાણપત્ર ધારકોમાં ડિપ્લોમાના બીજા વર્ષમાં સીધા પ્રવેશ મેળવવાનો ક્રેઝ ઘટ્યો છે.
મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી સીધા જ પાર્ટ-ટાઈમ ડિપ્લોમા કોર્સ પસંદ કરતા હોવાથી અથવા ફુલ-ટાઈમ કોર્સને બદલે નોકરીને પ્રાધાન્ય આપતા હોવાથી દર વર્ષે નોંધપાત્ર સંખ્યામાં બેઠકો ખાલી રહે છે. આ જાહેરાત અનુસાર 17મીથી 30મી એપ્રિલ સુધી વિદ્યાર્થીઓ http://acpdc.gujarat.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે.