ડિજિટલ પ્લેટફોર્મથી ફ્રોડના કિસ્સા વધ્યા

દેશમાં ડિજિટલ પ્લેટફોર્મથી સંબંધિત છેતરપિંડીના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. એડવાઇઝર ફર્મ પીડબલ્યૂસી ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, કોવિડ મહામારી દરમિયાન અને ત્યારબાદ દેશમાં રિમોટ વર્કિંગમાં તેજી જોવા મળી છે.

તદુપરાંત ઇ-કોમર્સમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. ડિજિટલ પેમેન્ટમાં પણ તેજી છે. જેને કારણે પણ ફ્રોડની ઘટનાઓ વધી છે. તેમાં 57% કિસ્સા સોશિયલ મીડિયા, ઇ-કોમર્સ, ફિનટેક પ્લેટફોર્મથી જોડાયેલા પ્લેટફોર્મને લગતા છે.

રિપોર્ટમાં પ્લેટફોર્મ ફ્રોડને નવા પ્રકારના આર્થિક અપરાધનો કરાર આપતા કહેવામાં આવ્યું છે કે તેના સરવેમાં સામેલ 111 કંપનીઓમાંથી 17% કંપનીઓને આ પ્રકારના ફ્રોડને કારણે છેલ્લા 24 મહિના દરમિયાન 8 કરોડથી લઇને 400 કરોડ રૂપિયા સુધીનું નુકસાન થયું છે. જ્યારે 40% કંપનીઓને આ દરમિાયન 41 લાખ રૂપિયાથી લઇને 82 લાખ રૂપિયા સુધીનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જ્યારે દેશની 5% કંપનીઓને પ્લેટફોર્મ ફ્રોડને કારણે 400 કરોડથી પણ વધુનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *