ડાંગર કોલેજમાં હોમિયોપેથી આયોગનું ‘ઓપરેશન’

શહેરમાં બોગસ પ્રોફેસર, દર્દીઓ, ડોક્ટર અને લેબોરેટરી સ્ટાફ મુદ્દે અગાઉ પણ વિવાદમાં આવી ચૂકેલી બી.એ. ડાંગર કોલેજમાં રાષ્ટ્રીય હોમિયોપેથી આયોગે ફરી ‘ઓપરેશન’ કર્યું છે. છેલ્લા 14 મહિનામાં બીજી વખત આ કોલેજની માન્યતા રદ કરી છે.

તાજેતરમાં જ આ કોલેજમાં આયોગની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું તેમાં પણ મોટાભાગના પ્રોફેસરો, દર્દીઓ, ડોક્ટર, લેબોરેટરી સ્ટાફ બોગસ હોવાનું ખુલ્યું હતું અને રેકર્ડ-રજિસ્ટરમાં પણ ગોલમાલ કરી હોવાનું ધ્યાને આવતા તાત્કાલિક ધોરણે આ કોલેજની માન્યતા રદ કરી છે.

10 સપ્ટેમ્બરે આ કોલેજની માન્યતા મુદ્દે ઓનલાઈન સુનાવણી રાખવામાં આવી હતી જેમાં પ્રોફેસરને પોતે કઈ કોલેજમાંથી પાસ થયા તે કોલેજનું આખું નામ પણ ખબર નહોતી, છેલ્લે શું ભણાવ્યું એ પણ યાદ ન હતું: બે વખત કોલ કાપી નાખ્યો હતો.

અગાઉ, કોલેજે 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે 100 સીટની મંજૂરી માગી હતી. જૂન અને જુલાઈ 2025માં થયેલી તપાસ અને સુનાવણી બાદ, MARBHએ કોલેજને 70 સીટની મંજૂરી આપી હતી.

જોકે, કોલેજ વિરુદ્ધ છેતરપિંડીની ગંભીર ફરિયાદો મળ્યા બાદ માન્યતા રદ કરી છે. MARBHના અધ્યક્ષ ડૉ.આનંદ કુમાર ચતુર્વેદીએ આ અંગેનો પત્ર કોલેજના પ્રિન્સિપાલને પાઠવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *