ડબલ મર્ડરના આરોપીએ ફરિયાદીને ધમકી આપી ‘ત્રીજું કરતાં વાર નહીં લાગે’

રાજકોટની ઢોલરા ચોકડીએ વર્ષ 2018માં થયેલી બેવડી હત્યાના આરોપીએ હત્યા કેસના આરોપી યુવકને સમાધાન કેમ કરતો નથી કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. રસૂલપરા પાછળની બજરંગ સોસાયટીમાં રહેતા અને ઢોલરા ચોકડી પાસે મોમાઇ કાર નામે ગેરેજ ચલાવતાં લક્ષ્મણ જેસીંગભાઇ શિયાળિયા (ઉ.વ.27)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં તેના કૌટુંબિક શખ્સ ભરત મેલા શિયાળિયાનું નામ આપ્યું હતું.

આ બેવડી હત્યા જેની નજર સામે થઇ હતી તે લક્ષ્મણ શિયાળિયાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પોલીસે મેલા સહિતનાઓની ધરપકડ કરી હતી, વર્ષ 2022માં નવઘણ પેરોલ પર છૂટીને ફરાર થઇ ગયો હતો, અન્ય આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા અને છાશવારે ધમકી આપતા હતા, ગત તા.1ના લક્ષ્મણ પોતાના ગેરેજે હતો ત્યારે ભરત મેલા શિયાળિયા બાઇક લઇને ધસી ગયો હતો અને લક્ષ્મણને ધમકી આપતા કહ્યું હતું કે, તને બહું પાણી ચડી ગયું છે, તું સમાધાન નથી કરતો આથી તને પતાવી દેવો છે, બે મર્ડર કર્યા છે, તારું ત્રીજું કરતાં વાર નહીં લાગે, ઘટનાને પગલે લોકો એકઠા થઇ જતાં ભરત નાસી ગયો હતો, પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *