ઠંડા પવનો એ દિવસનું તાપમાન પણ ઘટાડ્યું

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો હતો. ઠંડા પવનોને કારણે દિવસે પણ ઠંડકનો અનુભવ થયો હતો જ્યારે લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું હતું પરંતુ આગામી 24 કલાકમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનું વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ગુજરાત પર આગામી 24 થી 48 કલાક દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરો જણાશે જેને કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. પરંતુ દિવસ દરમિયાન ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા પવનનો ફુગાવાને કારણે ઠંડકનો અનુભવ થશે. બીજી તરફ ઉતરાયણના તહેવારમાં 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું હતું અને ઠંડીનો અનુભવ પણ વધુ પ્રમાણમાં થયો હતો કારણ કે રાત્રિ દરમિયાન પણ ઠંડા પવનના સુસ્વાટા વાતા હોવાથી ઠંડીનું જોર યથાવત રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *