ટ્રેન બુકિંગ માટે અમદાવાદ એરપોર્ટ પર જ IRCTC કાઉન્ટર શરૂ, આજે 43 ફલાઈટ કેન્સલ

છેલ્લા 4 દિવસથી સતત ઈન્ડિગો એરલાઈન ક્રાઈસીસમાંથી પસાર થઈ રહી છે. તેના કારણે અનેક મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હજારો મુસાફરો રાજ્યના અને દેશના એરપોર્ટ પર હોબાળો મચાવતા પણ જોવા મળ્યા હતા અને ઘણા મુસાફરો રડતા પણ જોવા મળ્યા હતાં. જ્યારે આજે 7 નવેમ્બરે રાજ્યમાં કુલ 43 ફલાઈટ કેન્સલ થઈ છે. પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ એરપોર્ટ પર RCTC નું કાઉન્ટર ખૂલતા મુસાફરોને હવે ટ્રેન બુકિંગ માટેનો ઓપ્શન મળી રહેશે.

ભારતીય રેલ્વે આગામી 3 દિવસ (7,8 અને 9 ડિસેમ્બર)માં 89 વિશેષ ટ્રેનની 100થી વધુ ટ્રિપ્સ દોડાવશે. મોટા શહેરો જેમ કે મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદ વગેરેમાં આવતા અને જતા મુસાફરોની ભીડ ઘટાડવા માટે વિશેષ ટ્રેનો; ઉત્તર પૂર્વીય રેલ્વે (NER) દિલ્હી અને મુંબઈ વચ્ચે 6 ટ્રિપ્સ દોડાવશે

ભારતીય રેલ્વેએ શિયાળાની ઋતુ દરમિયાન વ્યાપક ફ્લાઇટ રદ્દીકરણ અને વધારાની ભીડના સંદર્ભમાં મુસાફરીને સરળ બનાવવાનું શરૂ કર્યું છે. આજે શરૂ કરીને આગામી ત્રણ દિવસ(9 ડિસેમ્બર સુધી)માં અનેક ઝોનમાં 89 વિશેષ ટ્રેન સેવાઓ (100થી વધુ ટ્રિપ્સ) દોડાવવામાં આવશે. આનાથી સરળ મુસાફરીમાં મદદ મળશે અને રેલ મુસાફરીની વધતી માંગ વચ્ચે પૂરતી કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *