ટ્રેનની સસ્પેન્શન સ્પ્રિંગમાં આગ લાગી’તી, કર્મીએ દુર્ઘટના અટકાવી

રેલવે સુરક્ષામાં સતર્કતા અને સમયસૂચકતા કેટલી મહત્ત્વની છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રાજકોટ ડિવિઝનના રેલવે કર્મચારીઓએ પૂરું પાડ્યું છે. માલગાડીના વેગનમાં લાગેલી આગને સમયસર બુઝાવવાથી લઈને ટ્રેનના એન્જિનમાં આવતી યાંત્રિક ખામીઓ પકડી પાડીને રેલવે કર્મીએ મોટા રેલવે અકસ્માત થતા અટકાવ્યા છે. આ પ્રશંસનીય કામગીરી બદલ રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજરે 6 કર્મીને સન્માનિત કર્યા હતા.

તાજેતરમાં બનેલી એક ગંભીર ઘટનામાં, ચાલુ માલગાડીના વેગનના પ્રાઇમરી સસ્પેન્શન સ્પ્રિંગમાં અચાનક આગ લાગી હતી. જો આ આગ પર સમયસર કાબૂ ન મેળવાયો હોત તો તે આખા વેગન અને ટ્રેનમાં ફેલાઈ શકે તેમ હતી. ફરજ પરના સતર્ક રેલ કર્મીએ તરત જ આ જોખમને પારખી લીધું અને સૂઝબૂઝથી આગને બુઝાવી દીધી હતી. આ કામગીરીથી રેલવેની કરોડોની સંપત્તિ અને સંભવિત જાનહાનિને બચાવી લેવાઈ છે.

રાજકોટના કિશન પંડ્યા, ફ્રાન્સિસ એલ, રાઘવ ગોહિલ અને લખન લાલ સૈની તેમજ હાપાના પ્રવીણ સોનગરા અને રામેશ્વરને પ્રશસ્તિપત્ર આપી નવાજ્યા હતા. આ કર્મચારીઓએ ફરજ દરમિયાન ઉચ્ચ સ્તરની સતર્કતા અને સૂઝબૂઝનો પરિચય આપી સંભવિત અકસ્માતોને ટાળવામાં મહત્ત્વની ભૂમિકાભજવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *