રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફ સામે આજે વધુ એક વખત બેદરકારીનો આક્ષેપ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સુદામણા ગામનાં 25 વર્ષીય પરિણીતા કમળાબેન વિપુલભાઈ સાળેસાને ગઈકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરિણિતાને શ્વાસની તકલીફ થતી હતી. ડોકટરોએ સારવાર શરૂ કરી ઓક્સિજન નળી નાખી ઓક્સિજન આપ્યો હતો. જોકે, આજે ડોકટરોએ કહ્યું કે, મોઢામાં નળી નાખવી પડશે. મોઢામાં નળી નાખતા હતા ત્યાં અધૂરૂ કાર્ય મૂકી ડોક્ટર જતા રહેતા દર્દી તરફડીયા મારવા લાગ્યા હતા.
સિવિલ તંત્ર દ્વારા કોઈ પ્રતિક્રિયા હજુ આપવામાં આવી નથી બે વખતે ડોક્ટરને બોલવા ગયા પણ ડોક્ટર આવ્યા નહીં. દર્દીની હાલત ગંભીર છે તેમ જણાવ્યું તો પણ ડોક્ટર આવ્યા નહીં. અંતે ડોક્ટરને બાવડું પકડી દર્દી પાસે લઈ જવાયા ત્યારે મૃત હોવાનું કહ્યું હતું. પરિવારે આવો આક્ષેપ કર્યો છે અને બેદરકાર સામે પગલા લેવાય એવી ન્યાયની માંગ કરી છે. પરિવારે જણાવ્યું કે, કમળાબેનને 2 સંતાન છે. સંતાનો માવિહોણા થતા પરિવારમાં શોક છવાયો હતો. જોકે, આ મામલે સિવિલ તંત્ર દ્વારા કોઈ પ્રતિક્રિયા હજુ આપવામાં આવી નથી.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નિયમોનું ઉલ્લંઘન કરીને નિવૃત્તિ પછી પણ કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા નોકરી કરતા કર્મચારીઓને તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુત્રોમાંથી મળતી જાણકારી મુજબ, આશરે 30 જેટલા નિવૃત્ત કર્મચારીઓ વહીવટી, ફાર્મા, નર્સિંગ, પ્યુન, ટેક્નિશિયન અને વર્ગ-4 સહિતની લગભગ 12 પોસ્ટ્સ પર કામ કરી રહ્યા હતા. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ નિવૃત્ત કર્મચારીઓને સરકારી કચેરીમાં નોકરી પર રાખવા માટે સરકારની પૂર્વ મંજૂરી જરૂરી છે.