રાજકોટના જામનગર રોડ ઉપર પરસાણા નગર, શેરી નં-11 માં કાવેરી કોમ્પ્લેક્સમાં રહેતા અને ટ્રાવેલ્સ બુકિંગની ઓફિસ ધરાવતા સુરેશભાઇ વિભાભાઇ ચૌહાણે પ્રદ્યુમનનગર પોલિસ મથકમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી આશરે 2 વર્ષ પહેલાં હું સાધુ વાસવાણી રોડ પર ગુરુજીનગર આવાસ યોજનાના ક્વાર્ટર ખાતે રહેતો હતો, ત્યારે મનીષભાઇ પંડ્યા પણ સાધુ વાસવાણી રોડ ખાતે આવેલ આવાસ યોજનાના ક્વાર્ટર ખાતે રહેતા હતા અને તેઓ મારા અંગત મિત્ર હતા અમે બન્ને ત્યાં નીચે ભેગા થતા હતા. જેથી આશર અઢી ત્રણ વર્ષ પહેલા હું મનીષભાઇ પંડ્યાના પરીવારને ભુજ ખાતે ફરવા લઇ ગયેલ હતો. અમે એકબીજાને ઓળખતા હોવાથી અલગ અલગ સ્થળેથી અને મે 2022થી ઓગષ્ટ 2024ના સમય દરમિયાન મનીષભાઇ પંડયા પાસેથી કુલ રૂપિયા 2,52,401 (બે લાખ બાવન હજાર ચારસો એક પુરા) 10 ટકા વ્યાજે લીધા હતા. તેના બદલામાં મેં મનીષભાઈ પંડ્યાએ આપેલ અલગ અલગ ત્રણ બેન્ક એકાઉન્ટમાં 13,67,339 (તેર લાખ સડસઠ હજાર ત્રણસો ઓગણચાલીસ પુરા) પેનલ્ટી વ્યાજ સહિત ચુકવી આપેલ હતા. તેમ છતાં મનીષભાઈ પંડ્યા મારી પાસે રૂપીયા 1.48 લાખની માંગણી કરે છે.