ટ્રમ્પ સાથે જીભાજોડી ઝેલેન્સ્કીને ભારે પડી

વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચાના ત્રણ દિવસ પછી, અમેરિકાએ યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવાની જાહેરાત કરી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ આદેશ તાત્કાલિક અમલમાં આવશે. આ મુજબ, અમેરિકા તરફથી યુક્રેન સુધી જે સહાય હજુ સુધી પહોંચી નથી તે પણ બંધ કરી દેવામાં આવી છે. આમાં પોલેન્ડ પહોંચેલા માલનો પણ સમાવેશ થાય છે.

વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પને ખાતરી ન થાય કે ઝેલેન્સ્કી ખરેખર શાંતિ ઇચ્છે છે ત્યાં સુધી યુક્રેનને રોકેલી સહાય પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં. યુક્રેનને લશ્કરી સહાય સ્થગિત કરવા અંગે US સંરક્ષણ વિભાગ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.

ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, આનાથી એક અબજ ડોલર (8.7 હજાર રૂપિયા) ની હથિયાર અને દારૂગોળાની સહાય પર અસર પડી શકે છે. આ ટૂંક સમયમાં યુક્રેન પહોંચાડવાના હતા.

ટ્રમ્પના આદેશ પછી તે મદદને પણ રોકી દેવામાં આવી છે જેનો ઉપયોગ યુક્રેન માત્ર અમેરિકી ડિફેન્સ કંપનીઓ પાસેથી ડાયરેક્ટ નવા સૈન્ય હાર્ડવેર ખરીદવા માટે કરી શકે છે. અમેરિકી મદદ રોકાયા પછી રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

વ્હાઇટ હાઉસના એક અધિકારીએ CNNને જણાવ્યું હતું કે તે સ્પષ્ટ છે કે ઝેલેન્સ્કીના ખરાબ વર્તનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે જો ઝેલેન્સ્કી યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરે છે તો કદાચ આ પ્રતિબંધ હટાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *