અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફથી આ વર્ષે ભારતના GDP વૃદ્ધિદરમાં 0.50%નો ઘટાડો થઈ શકે છે. દેશના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને આ વાત કહી હતી.
27 ઓગસ્ટથી ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા માલ પર 50% ટેરિફ લાગુ થઈ ગયો છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)ના અહેવાલ મુજબ, આ નવો ટેરિફ ભારતની લગભગ ₹5.4 લાખ કરોડની નિકાસને અસર કરી શકે છે.
50% ટેરિફને કારણે, અમેરિકામાં વેચાતા કપડાં, રત્નો-ઝવેરાત, ફર્નિચર, સીફૂડ જેવા ભારતીય ઉત્પાદનો મોંઘા થશે. આનાથી તેમની માગ 70% ઘટી શકે છે.
ચીન, વિયેતનામ અને મેક્સિકો જેવા ઓછા ટેરિફ ધરાવતા દેશો આ માલ સસ્તા ભાવે વેચશે. આનાથી ભારતીય કંપનીઓનો યુએસ બજાર હિસ્સો ઘટશે.
પ્રથમ ક્વાર્ટરમાં ભારતનો GDP વૃદ્ધિ દર 7.8% રહ્યો નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન)માં, ભારતનો GDP વૃદ્ધિ દર વાર્ષિક ધોરણે 6.5% થી વધીને 7.8% થયો છે. આ છેલ્લા 5 ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ છે. GDPમાં આ વધારો ઉત્પાદન, સેવા અને કૃષિ ક્ષેત્રોના સારા પ્રદર્શનને કારણે થયો છે.