યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા અંગે ચર્ચા કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ 15 ઓગસ્ટે અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરશે. જો આ બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત સફળ રહેશે, તો 3 વર્ષથી ચાલી રહેલા યુક્રેન યુદ્ધનો અંત આવી શકે છે.
જો ટ્રમ્પ અને પુતિન મળે છે, તો આ બંને નેતાઓ અમેરિકન ભૂમિ પર પહેલી વાર મળશે. રશિયાએ અગાઉ પુતિન અને ટ્રમ્પની મુલાકાત માટે યુએઈનું સૂચન કર્યું હતું. જોકે, બાદમાં ટ્રમ્પે આ મુલાકાત માટે અલાસ્કાની પસંદગી કરી.
અલાસ્કા રશિયાથી માત્ર 88 કિલોમીટર દૂર છે. અહેવાલો અનુસાર, પુતિન માટે અહીં મળવું વધુ અનુકૂળ હોઈ શકે છે.
અલાસ્કાની સૌથી નજીક રશિયન લશ્કરી થાણા લગભગ 80 થી 100 કિલોમીટર દૂર છે. આ થાણા રશિયાના ચુક્ચા સ્વાયત્ત ક્ષેત્રમાં સ્થિત છે, જે બેરિંગ સ્ટ્રેટની પેલે પાર છે.
આ પ્રદેશમાં રશિયા પાસે કેટલાક એરપોર્સ બેઝ અને લશ્કરી દેખરેખ મથકો છે, જેમાં પરમાણુ શસ્ત્રો પણ હોઈ શકે છે.