અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પરથી પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાનો વીડિયો ડિલીટ કરી દીધો છે. આ વીડિયોમાં ઓબામા અને તેમની પત્નીને જંગલમાં પ્રાઈમેટ્સ (વાનર) તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
આ વીડિયો ગુરુવારે રાત્રે ટ્રમ્પના ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો અને શુક્રવારે તેને હટાવી દેવામાં આવ્યો. વ્હાઇટ હાઉસે કહ્યું કે આ પોસ્ટ એક સ્ટાફની ભૂલથી શેર થઈ હતી. જોકે, થોડા કલાકો પહેલા જ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું હતું કે પોસ્ટમાં કંઈ પણ વાંધાજનક નથી.
આ પોસ્ટનો ઘણો વિરોધ થઈ રહ્યો હતો. નાગરિક અધિકાર સંગઠનોથી લઈને ટ્રમ્પની પોતાની રિપબ્લિકન પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સુધીના લોકોએ તેની સખત ટીકા કરી. વીડિયો અંગે ઓબામાના એક પ્રવક્તાએ કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે નહીં.