બુધવારે નેધરલેન્ડ્સમાં નાટો સમિટ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાને યુદ્ધમાં બહાદુરી બતાવી. તેઓ ઓઈલનો વેપાર કરે છે. હું ઇચ્છું તો તેને રોકી શકું છું, પરંતુ હું તે કરવા માંગતો નથી.
તેમણે કહ્યું કે યુદ્ધ પછી થયેલા નુકસાનમાંથી બહાર નીકળવા માટે ઈરાનને ઓઈલ વેચવાની જરૂર છે. જો ચીન ઈરાન પાસેથી ઓઈલ ખરીદવા માગે છે, તો અમને કોઈ સમસ્યા નથી. ટ્રમ્પે કહ્યું કે ઈરાન અને અમેરિકા વચ્ચે આવતા અઠવાડિયે વાતચીત થશે.
મંગળવારે નાટો સમિટ માટે જતા સમયે ટ્રમ્પે કહ્યું હતું કે ચીન હવે ઈરાન પાસેથી ઓઈલ ખરીદી શકે છે, પરંતુ તેમને આશા છે કે ચીન પણ અમેરિકા પાસેથી ઓઈલ ખરીદશે.
જોકે, વ્હાઇટ હાઉસના અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે આ ઈરાન પર લાદવામાં આવેલા યુએસ પ્રતિબંધોમાં રાહતની જાહેરાત નથી. તમને જણાવી દઈએ કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના 12 દિવસના યુદ્ધ બાદ ટ્રમ્પે મંગળવારે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી.