ટ્રમ્પની ફ્રેન્ચ વાઈન પર 200% ટેરિફ લગાવવાની ધમકી

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફ્રાન્સના વાઇન અને શેમ્પેન પર 200% ટેરિફ લગાવવાની ધમકી આપી છે. તેમણે સોમવારે આ ચેતવણી ફ્રાન્સના ગાઝા પીસ બોર્ડમાં સામેલ થવાનો ઇનકાર કરવાના વિરોધમાં આપી.

ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે અમે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને સામેલ પણ કરવા માંગતા નથી, કારણ કે ખૂબ જ જલ્દી તેમની ખુરશી છીનવાઈ જવાની છે.

તેમણે કહ્યું, ‘જો મને લાગશે તો હું ફ્રેન્ચ વાઇન અને શેમ્પેન પર 200% ટેરિફ લગાવીશ, પછી મેક્રોન પોતે પીસ બોર્ડમાં સામેલ થઈ જશે.’

ગાઝા પીસ પ્લાન બીજા તબક્કામાં પહોંચી ચૂક્યો છે. ટ્રમ્પે ગાઝાના વહીવટને ચલાવવા અને તેને ફરીથી વસાવવા માટે નેશનલ કમિટી ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ગાઝા (NCAG) ની રચનાની જાહેરાત કરી છે. ટ્રમ્પે આ કમિટીમાં સામેલ થવા માટે 60 દેશોને આમંત્રણ મોકલ્યું છે.

ટ્રમ્પે મેક્રોનના એક પ્રાઇવેટ મેસેજનો સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર મંગળવારે લીક કરી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *