ટ્રમ્પના ભાષણ પછી સોના-ચાંદીના ભાવ તૂટ્યા

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, ગુરુવારે 10 ગ્રામ 24 કેરેટ સોનું 5,346 રૂપિયા ઘટીને 1.46 લાખ રૂપિયા થયું છે. આ પહેલા બુધવારે તે 1.51 લાખ પર હતું.

જ્યારે, એક કિલો ચાંદી 15,176 રૂપિયા ઘટીને 2.25 લાખ રૂપિયા થઈ ગઈ, જે 25 માર્ચે 2.40 લાખ રૂપિયા પર હતી. અમેરિકા-ઇરાન યુદ્ધને કારણે સોનું 34 દિવસમાં 13,590 અને ચાંદી 42,040 સસ્તી થઈ છે.

અલગ-અલગ શહેરોમાં સોનાના ભાવ અલગ હોવાના 4 કારણો

ટ્રાન્સપોર્ટેશન અને સિક્યોરિટી: એક શહેરથી બીજા શહેરમાં સોનું લઈ જવામાં ઈંધણ અને સુરક્ષા ખર્ચ ઉમેરાય છે, જેનાથી અંતર વધવા પર ભાવ વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *