શહેરમાં પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. ગંજીવાડામાં રહેતા ટ્રાન્સપોર્ટમાંથી માલ ભરી ટ્રક ચલાવતા યુવકનું ટ્રાન્સપોર્ટર સહિત ચાર શખ્સ અપહરણ કરી ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ કરતાં કુવાડવા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી લેવા મથામણ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગંજીવાડામાં રહેતા અને ટ્રક ચલાવતા મંગેશભાઇ જેરામભાઇ વાળાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે ઋષિરાજસિંહ સજનસિંહ જાડેજા, યોગી, મનો, સરમણ સહિતના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની માલિકીના ટ્રકમાં માલ ભરી ગુજરાન ચલાવતા હોવાનું અને બે વર્ષ પહેલાં માર્કેટિંગ યાર્ડ પાસે તેને ભાગીદાર મહેબૂબભાઇ દાઉદભાઇ કાદરીએ ઓફિસ કરી અને બંધ કરી બન્નેએ ઋષિરાજસિંહ સજનસિંહ જાડેજાના ટ્રાન્સપોર્ટનું કામ ચાલુ કરેલ જેથી તેની સાથે પરિચય થયો હતો. અને તેને હાલ સોખડા ચોકડી પાસે મારુતિ રોડલાઇન્સ નામે ટ્રાન્સપોર્ટ ચલાવતો હોય જેથી ત્યાં અમે કામ કરતા હોય જેથી ઋષિરાજસિંહ સાથે મનદુ:ખ ચાલતું હતું.