માર્કેટ કેપિટલાઇઝેશનના હિસાબે દેશની 10 સૌથી મોટી કંપનીઓમાંથી 8 કંપનીઓની વેલ્યુ છેલ્લા અઠવાડિયાના કારોબારમાં 2.81 લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ. આ સમય દરમિયાન SBIની વેલ્યુ સૌથી વધુ ઘટી. SBIનું માર્કેટ કેપ 53,953 કરોડ રૂપિયા ઘટીને ₹10.55 લાખ કરોડ પર આવી ગયું.
ICICI બેંકની માર્કેટ વેલ્યુ ₹46,937 કરોડ ઘટીને ₹9.40 લાખ કરોડ પર આવી ગઈ. જ્યારે HDFC બેંકનું માર્કેટ કેપ 46,552 કરોડ રૂપિયા ઘટીને ₹13.19 લાખ કરોડ પર આવી ગયું.
રિલાયન્સ અને ઇન્ફોસિસની વેલ્યુ વધી
આ ઉપરાંત લાર્સન એન્ડ ટુબ્રો, બજાજ ફાઇનાન્સ, TCS, HUL અને ભારતી એરટેલનું માર્કેટ કેપ પણ ઘટ્યું. છેલ્લા અઠવાડિયે માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફોસિસની વેલ્યુ વધી.
રિલાયન્સનું માર્કેટ કેપ 14,750 કરોડ રૂપિયા વધીને 19.01 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું. ઇન્ફોસિસની માર્કેટ વેલ્યુ 3,459 કરોડ રૂપિયા વધીને 5.30 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ.