માર્કેટ કેપના હિસાબે દેશની 10 સૌથી મોટી કંપનીઓમાંથી 7 કંપનીઓની વેલ્યુ ગત સપ્તાહના કારોબારમાં 1.75 લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ. મિડલ ઈસ્ટમાં તણાવ અને ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે આ ઘટાડો આવ્યો છે.
આ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વેલ્યુ સૌથી વધુ ઘટી. રિલાયન્સનું માર્કેટ કેપ 89,720 કરોડ રૂપિયા ઘટીને ₹18.24 લાખ કરોડ પર આવી ગયું.
HDFCનું માર્કેટ કેપ 37,248 કરોડ રૂપિયા ઘટીને ₹11.64 લાખ કરોડ પર આવી ગયું. જ્યારે SBIની માર્કેટ વેલ્યુ ₹35,399 કરોડ ઘટીને ₹9.41 લાખ કરોડ પર આવી ગઈ.
આ ઉપરાંત, ગત સપ્તાહે ICICI બેંક, ભારતી એરટેલ, HUL અને TCSનું માર્કેટ કેપ પણ ઘટ્યું છે. જ્યારે લાર્સન એન્ડ ટુબ્રો, બજાજ ફાઇનાન્સ અને ઇન્ફોસિસનું માર્કેટ કેપ વધ્યું છે.