ટોપ-10 કંપનીઓમાંથી 7ની વેલ્યુમાં ₹1.55 લાખ કરોડનો વધારો

ગયા સપ્તાહના કારોબાર દરમિયાન માર્કેટ ડિકેપિટલાઈઝેશનની દ્રષ્ટિએ દેશની 10 સૌથી મોટી કંપનીઓમાંથી 7 કંપનીઓનૂ વેલ્યુમાં ₹1.55 લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની વેલ્યુમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો હતો.

રિલાયન્સનું માર્કેટ કેપ ₹46,687 કરોડ વધીને ₹19.64 લાખ કરોડ થયું, જ્યારે TCSનું માર્કેટ કેપ ₹36,126 કરોડ વધીને ₹11.08 લાખ કરોડ થયું.

ઇન્ફોસિસની માર્કેટ વેલ્યુ ₹34,938 કરોડ વધીને ₹6.33 લાખ કરોડ થઈ. SBI, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ અને LICની વેલ્યુમાં પણ વધારો થયો.

ICICI બેંક અને HULના માર્કેટ કેપમાં ઘટાડો થયો

ICICI બેંકનું માર્કેટ કેપ ₹43,744 કરોડ ઘટીને ₹9.82 લાખ કરોડ થયું. HUL અને HDFC બેંકના માર્કેટ વેલ્યુમાં પણ છેલ્લા અઠવાડિયામાં ઘટાડો જોવા મળ્યો.

HULનું બજાર મૂલ્ય ₹20,523 કરોડ ઘટીને ₹5.91 લાખ કરોડ થયું. HDFC બેંકનું માર્કેટ વેલ્યુ પણ ₹11,983 કરોડ ઘટીને ₹15.28 લાખ કરોડ થયું.

દેશની ટોપ-10 કંપનીઓમાંથી સાત કંપનીઓના વેલ્યુમાં ₹1.55 લાખ કરોડનો વધારો થયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *