ટોચની-50 કંપનીઓના પ્રોફિટ માર્જિનમાં 22%નો વધારો થઈ શકે

એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં નિફ્ટી-50 ઇન્ડેક્સ (અદાણી એન્ટરપ્રાઇઝિસ સિવાય)માં સમાવિષ્ટ કંપનીઓનો કુલ નફો 22.4% વધીને રૂ.1.71 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. એપ્રિલ-જૂન 2022માં આ કંપનીઓએ કુલ રૂ.1.4 લાખ કરોડનો નફો કર્યો હતો. આ વર્ષે જાન્યુઆરી-માર્ચમાં પણ તેઓએ 1.68 લાખ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.બ્રોકરેજ હાઉસના જણાવ્યા અનુસાર, બેન્કો, ઓટો ઉત્પાદકો અને ઓઇલ અને ગેસ સેક્ટરની કંપનીઓની આગેવાની હેઠળની નિફ્ટી 50 કંપનીઓની એકંદર કમાણી વધવાની ધારણા છે, જ્યારે અન્ય સેક્ટરમાં અર્નિંગ ગ્રોથ ધીમી રહી શકે છે. અદાણી એન્ટરપ્રાઇઝની કમાણીનો અંદાજ ઉપલબ્ધ નથી.

જૂન ક્વાર્ટરમાં કોર્પોરેટ નફામાં વધારો મુખ્યત્વે માર્જિન વિસ્તરણને કારણે થશે અને વેચાણ અને કમાણીમાં વૃદ્ધિને કારણે નહીં. બ્રોકરેજ હાઉસના જણાવ્યા અનુસાર, બેન્કો, ઓટો ઉત્પાદકો અને ઓઇલ અને ગેસ સેક્ટરની કંપનીઓની આગેવાની હેઠળની નિફ્ટી 50 કંપનીઓની એકંદર કમાણી વધવાની ધારણા છે, અન્ય કેટલાક ટ્રેડરોના મતે આ ક્વાર્ટર કંપનીઓ માટે જો અને તો જેવી સ્થિતીનું રહેશે. નફાના માર્જિન પર અસર પડે તો નવાઇ નહિં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *