ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી વર્ષ ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનને ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારત સરકારે વર્ષ 2024-25માં મગફળી માટે રૂ. 6783 (રૂ. 1356.60 પ્રતિ મણ), મગ માટે રૂ. 8,682 (રૂ. 1736.50 પ્રતિ મણ), અડદ માટે રૂ. 7,400 (રૂ. 1,480 પ્રતિ મણ) તથા સોયાબીન માટે રૂ. 4,892 (રૂ. 978.40 પ્રતિ મણ) પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કર્યા છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવા ખેડૂતોની નોંધણી તા. 31 ઓક્ટોબર સુધી કરવાની હતી, જેની સમયમર્યાદા આગામી તા. 10 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. રાજકોટનાં વિવિધ ખરીદ કેન્દ્રો પર મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી તા. 11 નવેમ્બર, 2024થી તા. 8 ફેબ્રુઆરી, 2025 સુધી કરાશે.