ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકે વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

રાજકોટ શહેરના દૂધસાગર રોડ પર રહેતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે મહિલા સહિત ચાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી પાવડર ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે થોરાળા પોલીસે ચારેય વ્યાજખોરો વિરુદ્ધ મની લેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માતાની સારવાર માટે 15 ટકા વ્યાજે દોઢ લાખ રૂપિયા લીધા હતા બનાવ અંગે દૂધસાગર રોડ પર રિદ્ધિ સિદ્ધિ સોસાયટી શેરી નંબર 14ના ખૂણે રહેતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના 28 વર્ષીય ધંધાર્થી ખોડાભાઈ ઉર્ફે ખુશાલ બાબુભાઈ પરસાણાએ નોંધાવેલી ફરિયાદમાં વ્યાજખોર તરીકે મુમતાજબેન, બાબર, શિવરાજસિંહ અને દેવેન્દ્ર નામના શખ્સોનું નામ આપતાં જણાવ્યું હતું કે, માતા ભારતીબેનને મણકાની ચાર ગાદી ખસી ગઈ હતી જેની સારવાર કરાવવા પૈસાની જરૂર પડતા છ મહિના પહેલા જંગલેશ્વરની એકતા સોસાયટી શેરી નંબર 3માં રહેતા મુમતાજબેન પાસેથી રૂ.1.50 લાખ 15% વ્યાજે લીધેલ હતા અને સિક્યોરિટી પેટે બે કોરા ચેક આપ્યા હતા જે રકમની સામે વ્યાજ પેટે રૂ.30 હજાર ચૂકવ્યા હતા.

ત્રણ-ચાર મહિના પહેલા બાબરભાઈ તથા શિવરાજસિંહ કે જેઓની ઓફિસ ભુપેન્દ્ર રોડ, બાલાજી મંદિરની સામે આવેલ છે ત્યાં હું તથા માતા ભારતીબેન બંનેએ જઈને રોકડા રૂ.1.80 લાખ 10% વ્યાજે લીધેલ હતા. જેની સામે બે કોરા ચેક સિક્યોરિટી પેટે આપેલ હતા અને આજ સુધીમાં રૂ.90 હજાર વ્યાજ પેટે ચૂકેવલ હતા. બાદ ત્રણેક મહિના પહેલા દેવેન્દ્રભાઈ પાસેથી મેં સોરઠીયાવાડી ચોકમાં જઈને રોકડા રૂ.80 હજાર દૈનિક રૂ.3200 વ્યાજ પેટે ચૂકવવાની શરતે નાણાં લીધા હતા જેની સામે મારો એક ચેક સિક્યોરિટી પેટે આપેલ હતો. આ તમામ લોકોને હું વ્યાજ ચૂકવતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *