ભારતે ચોથી વખત T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે ગુરુવારે રમાયેલી બીજી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને 7 રને હરાવ્યું. ભારતીય ટીમ અગાઉ 2007, 2014 અને 2024માં પણ ફાઇનલ સુધી પહોંચી ચૂકી છે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 253 રન બનાવ્યા હતા. 254 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ પર 246 રન જ બનાવી શકી.
ઇંગ્લેન્ડના જેકબ બેથલે 48 બોલમાં 105 રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ તે પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી શક્યો નહીં. ટીમ ઈન્ડિયા હવે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ મેચ 8 માર્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે.