ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાલી રહેલી ટી-20 શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં 28 જાન્યુઆરીના રોજ રમાવાની છે. એને લઇ રાજકોટ શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને ઇંગ્લેન્ડ ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટલમાં રોકાવાની છે. આવતીકાલે 26 જાન્યુઆરીના રોજ ભારત-ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓનું રાજકોટમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. એમાં ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે રેડકાર્પેટમાં ગરબા અને ઢોલના તાલે કાઠિયાવાડી સ્ટાઇલમાં સ્વાગત કરવામાં આવશે. આ માટે હોટલ ખાતે તડામાર તૈયારી કરવામાં આવી છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટી-20 શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં 28 જાન્યુઆરીના રોજ રાજકોટમાં રમાવાની છે. એને લઇ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેચના બે દિવસ પહેલાં એટલે કે 26 જાન્યુઆરીને રવિવારના રોજ ભારત અને ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થશે. એમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ કાલાવડ રોડ પર હોટલ સયાજી ખાતે રોકાશે, જ્યારે ઇંગ્લેન્ડ ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી હોટલ ફોર્ચ્યુન ખાતે રોકાશે. ભારતીય ખેલાડીઓનું રેડકાર્પેટ પર રાજકોટ અને ગુજરાતની ઓળખ ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. ખેલાડીઓના રોકાણને લઇ હોટલ સ્ટાફ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.