બોલિવૂડ રેપર બાદશાહ હાલમાં ‘ટટીરી’ ગીતને લઈને વિવાદમાં ફસાયો છે. અગાઉ ગીત પર FIR નોંધાઈ ચૂકી છે. મહિલા આયોગે પણ બાદશાહને સમન પાઠવ્યું છે. તેવામાં લોરેન્સ ગેંગે બાદશાહને ગોળી મારવાની ધમકી આપી છે. ઉપરાંત હરિયાણા બાળ સંરક્ષણ આયોગે પણ રેપરને નોટિસ ફટકારી છે.
‘તે હરિયાણાની સંસ્કૃતિ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે’
વાસ્તવમાં હરિયાણાના પાણીપતમાં શનિવારે એક મની એક્સચેન્જ સેન્ટર પર કેટલાક લોકોએ ફાયરિંગ કર્યું. ઘટના બાદ રણદીપ મલિકના નામથી એક સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી, જેમાં ફાયરિંગની જવાબદારી લેવામાં આવી હતી. પોસ્ટના અંતમાં બોલિવૂડ સિંગર અને રેપર બાદશાહને ‘ટટીરી’ સોંગને લઈને ધમકી આપવામાં આવી.
પોસ્ટમાં લખ્યું હતું- ‘બાદશાહ, તે હરિયાણાની સંસ્કૃતિ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. પહેલા 2024માં તારા ક્લબ પર તને ટ્રેલર બતાવ્યું હતું, હવે સીધી તારા કપાળમાં ગોળી મારીશું
‘ટટીરી’ ગીતને લઈને બાદશાહની મુશ્કેલીઓ પૂરી થવાનું નામ લઈ રહી નથી. હરિયાણા રાજ્ય મહિલા આયોગ બાદ હવે હરિયાણા બાળ અધિકાર સંરક્ષણ આયોગે બાદશાહને નોટિસ મોકલી છે. સિંગરની સાથે જ મેકર્સને પણ નોટિસ મોકલવામાં આવી છે. આ માટે આયોગે 7 દિવસની અંદર પોતાનો પક્ષ રજૂ કરવાના નિર્દેશ આપ્યા છે.
બાળ અધિકાર સંરક્ષણ આયોગનું કહેવું છે કે, ‘ગીતના વીડિયોમાં શાળાના બાળકોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે.’