ઝોમેટોએ પ્લેટફોર્મ ફી વધારી સ્વિગી જેટલી કરી; ક્રૂડ ઓઇલની વધતી કિંમતો અને નફો વધારવા ગ્રાહકો પર બોજ નાખ્યો

ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો પરથી ખાવાનું ઓર્ડર કરવું હવે મોંઘું થઈ ગયું છે. કંપનીએ શુક્રવારથી ઓર્ડર પર પ્લેટફોર્મ ફીમાં 19%નો વધારો કર્યો છે. યુઝર્સને દરેક ઓર્ડર પર ₹12.50ને બદલે હવે ₹14.90 એટલે કે ₹2.40 વધુ પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે. GST ઉમેર્યા પછી આ રકમ વધુ વધશે.

પ્લેટફોર્મ ફી એ દરેક ફૂડ ઓર્ડર પર લાગુ પડતો વધારાનો ચાર્જ છે. આ GST, રેસ્ટોરન્ટ ચાર્જ અને ડિલિવરી ફીથી અલગ છે. નોંધનીય છે કે ઝોમેટો પ્લેટફોર્મ દરરોજ 20થી 25 લાખ ઓર્ડર ડિલિવર કરે છે.

સ્વિગીની નજીક પહોંચી પ્લેટફોર્મ ફીની કિંમત

ઝોમેટોની મુખ્ય હરીફ કંપની સ્વિગી હાલમાં ટેક્સ સહિત લગભગ ₹14.99 પ્લેટફોર્મ ફી વસૂલી રહી છે. સામાન્ય રીતે જોવા મળ્યું છે કે જ્યારે પણ આ બંનેમાંથી કોઈ એક કંપની ફી વધારે છે, ત્યારે બીજી કંપની પણ ટૂંક સમયમાં તેના ભાવ વધારી દે છે.

કંપનીએ 7 મહિનામાં બીજી વખત પ્લેટફોર્મ ફી વધારી છે. આ પહેલા સપ્ટેમ્બર-2025માં 20%નો વધારો કરવામાં આવ્યો હતો. ઑગસ્ટ 2023માં ઝોમેટોએ પોતાનો માર્જિન વધારવા અને નફાકારક બનવા માટે પહેલીવાર 2 રૂપિયાનો પ્લેટફોર્મ ફી શરૂ કરી હતી.

કંપનીએ બાદમાં તેને વધારીને 3 રૂપિયા કરી દીધી અને 1 જાન્યુઆરી 2024ના રોજ 4 રૂપિયા કરી દીધી. પછી તેને ધીમે ધીમે વધારીને 7 રૂપિયા કરી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *