T20 વર્લ્ડ કપના ચોથી સુપર 8 મેચમાં વેસ્ટ ઇન્ડીઝે ઝિમ્બાબ્વેને 107 રનથી હરાવ્યું. વાનખેડે સ્ટેડિયમ ખાતે ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં 6 વિકેટે 254 રન બનાવ્યા. 255 રનનો ટાર્ગેટ ચેઝ કરતા ઝિમ્બાબ્વે 17.4 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
ગુડાકેશ મોતીએ 4 વિકેટ લીધી ઝિમ્બાબ્વે માટે ડીયોન માયર્સે 28 રન બનાવ્યા, જે ટીમનો ટોપ સ્કોરર રહ્યો. કેપ્ટન સિકંદર રઝાએ 27 રનનું યોગદાન આપ્યું. વિન્ડીઝ માટે ગુડાકેશ મોતીએ 4 વિકેટ લીધી, જ્યારે અકીલ હુસૈને 3 વિકેટ લીધી.