ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાના CEO માર્ક ઝકરબર્ગે 10 જાન્યુઆરીએ પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, ‘2024નું વર્ષ વિશ્વ માટે ઉથલપાથલથી ભરેલું હતું અને કોવિડ પછી યોજાયેલી ચૂંટણીમાં વિશ્વના ઘણા દેશોની સરકારોએ ભારતનો સમાવેશ થાય છે.
રેલવે અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આના પર કહ્યું- વિશ્વના સૌથી મોટા લોકતંત્ર તરીકે ભારતમાં 2024ની ચૂંટણીમાં 64 કરોડ લોકોએ ભાગ લીધો હતો. દેશની જનતાએ પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ પર વિશ્વાસ કર્યો. ઝકરબર્ગનો દાવો હકીકતમાં ખોટો છે. તેઓએ તથ્યો અને વિશ્વસનીયતા જાળવી રાખવી જોઈએ.
વૈષ્ણવે કહ્યું- વડાપ્રધાન મોદીએ કોવિડના સમયમાં 80 કરોડ લોકોને મફત ભોજન અને 220 કરોડ મફત રસી આપી. વિશ્વભરના દેશોને મદદ કરી. ભારતને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનાવવા માટે કામ કર્યું. પીએમ મોદીના ત્રીજા કાર્યકાળની નિર્ણાયક જીત સુશાસન અને જનતાના વિશ્વાસનો પુરાવો છે.