હાલમાં જાહેર થયેલી એપસ્ટીન ફાઇલ્સના ઇમેઇલ્સમાં, યૌન શોષણનો ગુનેગાર જેફ્રી એપસ્ટીનની ઝેરી છોડમાં રુચિ વિશે ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ ઇમેઇલ્સમાં ખાસ કરીને ‘ટ્રમ્પેટ પ્લાન્ટ્સ’ (ધતૂરાનો છોડ) નો ઉલ્લેખ છે.
ઇમેઇલ્સમાં એવા લેખો ફોરવર્ડ કરવામાં આવ્યા હતા, જેમાં કોલંબિયામાં તેના ઉપયોગનો ઉલ્લેખ હતો. જણાવવામાં આવ્યું હતું કે તેની અસર હેઠળ વ્યક્તિને ક્યાંય પણ ‘લઈ જઈ’ શકાય છે, કારણ કે તે સંપૂર્ણપણે કન્ટ્રોલમાં આવી જાય છે.
હિંદુ પરંપરામાં ધતૂરો ભગવાન શિવ સાથે જોડાયેલો છે. પૌરાણિક કથાઓ અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન જ્યારે વિષ નીકળ્યું, ત્યારે શિવજીએ સંસારની રક્ષા માટે તેને પી લીધું. શિવ મંદિરોમાં ધતૂરાના ફૂલ અને ફળ ચઢાવવામાં આવે છે.
ઈમેલના સ્ક્રીનશોટ પરથી જાણવા મળે છે કે તેના ફાઇનાન્સરે આવા છોડમાં રસ દાખવ્યો હતો. ધતૂરાના છોડમાંથી સ્કોપોલામાઇન નામનું રસાયણ નીકળે છે, જે મગજ પર ભારે અસર કરે છે. સ્કોપોલામાઇન યાદશક્તિ નબળી પાડી શકે છે, વ્યક્તિને ભ્રમની સ્થિતિમાં મૂકી શકે છે. આ જ કારણોસર કેટલાક નિષ્ણાતો તેને ‘ઝોમ્બી બ્રીથ’ પણ કહે છે.