જેતપુર બાદ રાજકોટમાંથી કુટણખાનું ઝડપાયું

બે દિવસ પહેલા જેતપુરમાં કારખાનામાંથી કુટણખાનું ઝડપયા બાદ રાજકોટ શહેરમાં પણ એક મકાનમાં ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં જીવંતીકાનગર શેરી નં.1માં મકાનમાં મહિલા સંચાલિત કુટણખાના પર ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી સંચાલિકા તેમજ ગ્રાહકને ઝડપી પાડયા હતા. ગ્રાહક મહિલા સાથે અંગત પળો માણતો હતો, એવા સમયે જ પોલીસ પહોંચતા બન્ને કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જેથી સંચાલિકા તેમજ ગ્રાહક સામે ઈમોરલ ટ્રાફિક એકટ હેઠળ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, મકાનમાંથી કોન્ડમ સહિતની વસ્તુઓ મળી આવતા પોલીસ દ્વારા કબજે લેવામાં આવી હતી.

રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જીવંતીકાનગર સોસાયટી શેરી નં.1માં રહેતી દિપા અનિલભાઇ ચૌહાણ (ઉં.વ.44) નામની મહિલા પોતાના ઘરમાં બહારથી લલના બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરાવતી હોવાની માહિતી પોલીસને મળી હતી. જે આધારે પોલીસે દરોડો પાડયો હતો. મકાનમાં રૂમની અંદર પાડોશમાં જ રહેતો કેવલ કમલેશભાઇ બગથરિયા (ઉં.વ.25) નામનો શખસ એક મહિલા સાથે કઢંગી હાલતમાં મળી આવ્યો હતો. મહિલા પાસેથી એક કોન્ડમ પણ પોલીસને હાથ લાગ્યો હતો. પોલીસે મકાનની તલાસી લેતાં મકાન માલિક કુટણખાનાની સંચાલિકા દિપા પાસેથી પણ બે કોન્ડમ મળી આવ્યા હતા. તેમજ દેહ વિક્રયના સોદાના 1000 રૂપિયા પણ હાથ લાગતા કબજે લેવાયા હતા. આ સાથે બે મોબાઇલ ફોન પણ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યા હતા. ​​​​​​​

દરોડા દરમિયાન અંદરથી દેહવિક્રય કરતી મહિલા કઢંગી હાલતમાં ગ્રાહક સાથે ઝડપાઈ હતી. પોલીસે પૂછતાછ કરતા તે અમદાવાદથી આવી હતી અને મૂળ બંગાળની વતની છે. અમદાવાદમાં ભાડે મકાનમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. સંચાલિકા દિપા શરીર સુખ માણવા આવનારા પાસેથી 1500 રૂપિયા વસુલતી હતી અને લલનાને 500 આપી 1000 રૂપિયા પોતે રાખતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *