જેતપુર પાસેના પ્રાચીન જીથુડી મંદિર સુધી પીવાના પાણીની લાઇન પહોંચી

જેતપુર- જામકંડોરણા ધારાસભ્ય જયેશ રાદડિયાની સૂચનાથી જેતપુર ખાતે આવેલ પ્રાચીન જીથુડી મંદિર સુધી પીવાના પાણીની લાઇન જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા પહોંચાડવામાં આવી હતી.

હવે અહીં આવતા દર્શનાર્થીઓને પાણીની તકલીફ સહેવી નહીં પડે.આ પ્રસંગે જીથુડી મંદિરના મહંત રામદયાલદાસ બાપુ, રામસ્વરૂપદાસ બાપુ જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ મેનાબેન રાજેશભાઈ ઉસદડીયા, પૂર્વ ઉપપ્રમુખ રાજેશભાઈ ઉસદડીયા પરેશભાઈ વોરા,મમતાબેન ધડુક ઉપસ્થિત રહ્યાં અને સંતોના આશીર્વાદ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *