જેતપુર નગરપાલિકાના કામદાર સમજુબેન ભુપતભાઇ જાદવને વળતરના રૂ.4 લાખ ચુકવવા ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો છે.જેતપુર નગરપાલિકાના કામદાર સમજુબેનનો અને અન્ય કામદારોને નગરપાલિકાએ તા. 01-08-15ના મૌખિક હુકમથી નોકરીમાંથી છુટા કરી દીધેલ હતા. કામદારોએ લેબર કોર્ટ રાજકોટમાં નગરપાલિકા સામે રેફરન્સ કરાવેલ હતો. કેસમાં કામદારના એડવોકેટની દલીલો અને રજુઆતો સાંભળી કોર્ટ કામદારને નોકરીમાં પાછા લેવા અને 20 ટકા પડેલા દિવસોના પગાર ચુકવવા હુકમ કરેલ હતો. નગરપાલિકાએ ઉપરોકત હુકમને હાઇકોર્ટમાં ચેલેન્જ કરતા કોર્ટે એવોર્ડ સ્ટે કરેલ હતો. ફાઇનલ હીયરીંગ થઇ જતા હાઇકોર્ટએ ઠરાવેલ છે કે નગરપાલિકાએ કામદારને ગેરકાયદે છુટા કરેલ છે. આૌદ્યોગિક વિવાદ ધારા-1947ના સેકશન રપ (એક) અને (જી)નો ભંગ થાય છે. રોજમદાર કામદાર છેલ્લે રૂ. 289 દૈનિક પગાર હતો. જેથી વળતરના (રૂ. ચાર લાખ) હુકમની નકલ મળ્યાથી 4 અઠવાડિયામાં ચુકવવાનો આદેશ હાઈકોર્ટે કર્યો હતો.