જેતપુરમાં હરાજી વગર જ લોકમેળાના સ્ટોલ્સ, રાઇડ્સની ફાળવણી કરી દેવાયાનો આક્ષેપ

જેતપુર શહેરના જીમખાના મેદાનમાં પચાસ વર્ષથી ખાનગી સંસ્થાઓ દ્વારા જાહેર જનતા માટે યોજાતા જન્માષ્ટમીના લોકમેળાના સ્ટોલ, રાઈડ્સ, પાથરણા, રેંકડીઓ વગેરે જગ્યાઓની હરાજી કર્યા વગર જ મનગમતા લોકોને આપી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરી લોક મેળો લૂંટમેળો બનાવવાનું લાયસન્સ આપી દેવાયું હોવાનું હિન્દુસેનાએ જણાવી લોકમેળાનું આયોજન સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવે તેવી માંગ કરી હતી.

શહેરમાં અંદાજીત 50 વર્ષથી શહેરના બસ સ્ટેન્ડ સામે જીમખાના મેદાનમાં જન્માષ્ટમીના લોકમેળોનું આયોજન થાય છે. જેમાં અંદાજીત 35 વર્ષ સુધી લાયસન્સ કલબ દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવતું હતું, સીટી કાઉન્સીલ અને લાયન્સ કલબ વારાફરતી આ લોકમેળાનું આયોજન કરે છે. આ આયોજન સામે હિન્દુ સેનાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જાહેર જનતા માટે આટલા વર્ષોથી ખાનગી સંસ્થાઓ લોકમેળાનું આયોજન કરીને તેમાંથી થતી લાખો રૂપિયાની આવકનો કોઈ હિસાબ જ રાખવામાં આવતો નથી.

હરાજી ન કરાઇ હોવાનો સંસ્થાના કર્તાહર્તાનો બચાવ હિન્દુ સેનાના સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ સંજય ટોળીયાએ જણાવ્યું હતું કે, જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન લાયન્સ કલબ કરી રહી છે, સંસ્થાના કર્તાહર્તા મનીષભાઈ પંડ્યાને લોકમેળાના સ્ટોલ્સની હરાજી અંગે પૃચ્છા કરાતાં એવું કહ્યું કે એ તો થઇ ગઇ! આથી આ મુદો શંકા ઉપજાવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *