જેતપુરમાં સદભાવ સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન સમિતિના ઉપક્રમે તેરમા સર્વ જ્ઞાતિય સમુહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૧૫ જાન્યુઆરી 2025ના રોજ યોજાનારા આ લગ્નોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જે વાલીઓ આ લગ્નોત્સવમાં પોતાના સંતાનોને જોડવા માંગતા હોય તેમણે સમિતિના પ્રમુખનો સંપર્ક કરવા જણાવાયું છે.
જેતપુરમાં અનિલભાઈ કાછડીયા તેમજ સદભાવ સર્વજ્ઞાતિય સમુહ લગ્ન સમિતિ દ્વારા આયોજીત સર્વજ્ઞાતિય તેરમા સમુહ લગ્ન તા. ૧૫ જાન્યુઆરીને બુધવારના રોજ સ્વ.કલ્પેશકુમાર વિઠ્ઠલભાઇ રાદડીયાની બારમી પુણ્યતિથી નિમિતે નાગબાઇ ધાર, નવાગઢ-જેતપુર મુકામે રાખવામાં આવેલ છે. આ સમુહ લગ્ન સમારોહમાં જોડાવા ઇચ્છા ધરાવનાર વાલીઓએ જરૂરી કાગળો, ઉમેદવારનો જન્મ તારીખનો દાખલો, સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ તેમજ આધારકાર્ડ, રાશનકાર્ડની પ્રમાણિત નકલો તથા પાસપોર્ટ સાઇઝના બે ફોટા સાથે અરજી રજૂ કરી નામ નોંધણી કરાવી લેવાની રહેશે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં અનિલભાઇ કાછડીયાએ દરેક જ્ઞાતિની 200થી વધુ દિકરીઓના કન્યાદાન કર્યા છે.