જેતપુરમાં નવાગઢના પછાત વિસ્તારોની સાથે ઓરમાયું વર્તન થયું હોવાના વિરોધમાં કોંગ્રેસની રેલી

જેતપુરમાં નવાગઢના પછાત વિસ્તારો પ્રતિ ભાજપ શાસિત નગરપાલિકા પાકા રોડ, રસ્તા, સફાઈ, ભૂગર્ભ ગટર તેમજ સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સુવિધા આપવા બાબતે ભેદભાવ કરતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે નગરપાલિકાને આવેદનપત્ર આપી તાત્કાલિક સ્થાનિકોને પાયાની સુવિધા આપવા માંગ કરી હતી.

ભાજપ તુને ક્યા કિયા.. જેતપુર કો બરબાદ કિયાના સુત્રોચાર સાથે કોંગ્રેસના સદસ્ય જયશ્રીબેન બગડાની અધ્યક્ષતામાં ગોવિંદભાઇ ડોબરીયા, શહેનાઝબેન બાબી, માધાભાઈ વેગડા સહિતના આગેવાનો કાર્યકરો નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતાં.

જ્યાં નવાગઢ વિસ્તારમાં આવેલા ખોડિયારધાર, આંબેડકર નગર, ખાટકીવાસ વગેરે પછાત વિસ્તારોમાં નગરપાલિકામાં ભાજપના સત્તાધિશો વ્હાલાદવલાની નીતિ રાખતા હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *