જેતપુરમાં નજીવી બાબતે શ્રમિકને માથામાં સળિયાના ઘા ફટકાર્યાં

જેતપુરના કારખાનામાં તમાકુ લેવા જવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી શખ્સે યુવાનને માથાના ભાગે લોખંડના સળિયા વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આથી યુવાનને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

એમપીના વતની અને હાલ જેતપુરના જૂનાગઢ રોડ પર જલારામ મંદિર પાછળ કારખાનાની ઓરડીમાં રહી મજૂરી કરતા ૨૫ વર્ષીય શ્રમિક શ્યામલાલસિંગ ગોડે ફરિયાદમાં આરોપી તરીકે જયસિંગ ગોંડનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, કારખાનાનું કામ પૂરું કરી કરણસિંગ સહીત તમામ બેઠા હતા.

જયસિંગ કુંવર ગોડને તમાકુ ખાવાની ટેવ હોય ચાર દિવસ પૂર્વે જ મજૂરી અર્થે આવેલ કરણસિંગને તમાકુ લેવા જવાનું કહ્યું હતું પણ કરણસિંગે ના પાડતા જયસિંગને સારું લાગ્યું ન હતું અને તે કરણસિંગને ધમકાવવા લાગ્યો હતો ત્યારે તો અન્ય મજૂરોએ વચ્ચે પડીને બન્નેને છૂટા પાડ્યા હતા પરંતુ જયસિંગના મનમાંથી ખાર ઓછો થયો ન હતો.

ઘટના બાદ કરણસિંગ ઓફિસમાં જઈને સુઇ ગયો ત્યારે જયસિંગે કારખાનાની ઓરડીમાં આવીને કરણસિંગને માથા ભાગે લોખંડના સળીયા વડે માથામાં માર મારતાં તે લોહીલુહાણ હાલતમાં ઓરડીમાં બેભાન થઇ પડી ગયો હતો. સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પીઆઈ ડોડીયાએ તપાસ શરૂ કરી હતી અને હુમલાખોરને ઝડપી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *