જેતપુર શહેરમાં જાહેરમાં જુગાર રમવાના બે જુદા જુદા દરોડામાં પોલીસે 60,430 રૂપિયાના મુદ્દામાલ સાથે છ શખ્સને ઝડપી લીધા હતાં અને તેમજ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉદ્યોગનગર પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેઓ ફરતા ફરતા નવાગઢ અવધેશ સ્કૂલ પાસે આવતા સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ત્રણ શખ્સ કુંડાળું વાળીને બેઠા હતાં. તેઓની પાસે જઈને જોતા તીનપતિનો હારજીતનો જુગાર રમી રહ્યા હતા. જેથી પોલીસે ભુપત સીદીભાઈ ધોળકિયા, નીકુલ મુમાભાઇ અખિયાણી અને ભાવેશ રમેશભાઈ ગોવાણીને 5250 રૂપિયાની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતાં. જ્યારે બીજી રેડમાં સીટી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓ ફરતા ફરતા નવરંગ બંગલા પાસે આવતા કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા નજરે પડ્યા હતાં. જેથી પોલીસ તરત તેઓની પાસે પહોંચી તેઓની પકડી નામ ઠામ પૂછતાં પ્રકાશ મહેશભાઈ પાંભર, ભાવિન મુકેશભાઈ પીઠવા અને હાર્દિક ભીમજીભાઈ પાંભર હોવાનું જણાવ્યું હતું.પોલીસને તેઓની પાસેથી 10,230રોકડા પટમાંથી મળી આવ્યા હતા તેમજ મોબાઈલ સાથે કુલ 60,230 રૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણેયની ધરપકડ કરી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.