શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગૌમાતા પર દુષ્કર્મ ગુજારનારા આરોપીને ઉદ્યોગનગર પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ પરથી બાતમીદારોને કામે લગાડી આરોપીને શોધી લીધો હતો અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.શહેરના સામાકાંઠા વિસ્તારમાં વાસુકીદાદાના મંદિર સામેની શેરીમાં ખુલ્લા મેદાનમાં મોડી રાત્રીના સમયે એક અજાણ્યો શખ્સ કે જેને સિલ્વર કલરનું લાલ કલરથી સુપર ડે લખેલું ટી શર્ટ પહેર્યું હતું તે ગૌમાતા સાથે કુકર્મ કરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.
જેની ફરિયાદ ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે જુદીજુદી ટીમ બનાવી બાતમીદારોને સીસીટીવી કેમેરાના ફૂટેજ આપી આરોપીનો સગડ મેળવવા કામે લગાડ્યા હતાં. જેમાં આ આરોપી શહેરના રબારીકા રોડ પર રુદ્રાક્ષ પ્રિન્ટ નામના સાડીના કારખાનામાં કામ કરતો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે ત્યાં જઈને જોતા આરોપીએ સીસીટીવી ફુટેજમાં દેખાયેલું જ ટીશર્ટ પહેરેલું નજરે પડતા પોલીસે તેની અટકાયત કરી હતી.