જેતપુર શહેરના ધોરાજી રોડ પર રેલ્વે ફાટક પર ચાર વર્ષથી નિર્માણાધીન ફ્લાયઓવરની ભેટ લોકોને મળી રહી છે અને આજે દિવાળીના દિવસે સવારના ધારાસભ્ય જયેશ રાદડિયાના હસ્તે જેતપુરવાસીઓને દિવાળીની ભેટ સ્વરૂપે આ માર્ગનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે.
શહેરના ધોરાજી રોડ પર વર્ષ 2019થી રેલ્વે પર ફ્લાયઓવરના કામસર રેલ્વે ફાટક ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યું હતું. એટલે છેલ્લા છ એક વર્ષથી એસટી, ટ્રક, ટેન્કર તેમજ અન્ય ભારે વાહનોનું કરોડો રૂપિયાનું ઇંધણનો વધારાનો ખર્ચ ભોગવવો પડ્યો હતો.
જેમાં આ ફ્લાયઓવર માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરી દેતા 55 કરોડ રૂપિયા જેવી માતબર રકમના ખર્ચે બનેલા આ ફ્લાયઓવરને દિવાળીના દિવસે આજે ધારાસભ્ય જયેશ રાદડિયા શહેરીજનો માટે ખુલ્લો મુકવા જઈ રહ્યા છે.
આ પુલ તેની તિરંગાની રોશનીને કારણે અત્યારથી જ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આવતીકાલથી જેતપુરવાસીઓ માટે પીકનીકનું એક સ્થળ જેવું બની જશે અને પુલની બંને બાજુ વોકિંગ પથ પણ બનાવવામાં આવ્યો છે, જે પુલની સાથે એક કિમી જેટલી લંબાઈ વાળો હોવાથી વોકિંગ કરતા લોકો માટે ખૂબ ઉપયોગી થઈ જશે.