જેતપુરમાં પાંચ મહિના પૂર્વે મળેલ મૃત માનવ ભૃણ બાદ પોલીસ તપાસમાં કેટરસના સંચાલક દ્વારા ચલાવાતું સેક્સ રેકેટ બહાર આવ્યું હતું. જેમાં પોલીસે કેટરસ સંચાલક, ગર્ભપાતની તપાસ કરનાર ડોકટર અને તેની દવા આપનાર મેડિકલ સ્ટોર ધારક સહિત નવ શખ્સોની ધરપકડ બાદ કેટરસ સંચાલકના રીમાન્ડ દરમિયાન સગીરા પાસે દેહ વેપાર કરાવનાર મહિલા અને સગીરા તેમજ યુવતીનો દેહ ચુંથનાર વધુ પાંચની ધરપકડ કરી છે.
શહેરમાંથી પાંચ મહિના પૂર્વે એક મૃત માનવ ભૃણ મળી આવેલ હતું. જેમાં પોલીસે તપાસ કરતા આ ભૃણ જ્યાંથી મળ્યું હતું ત્યાં બાજુમાં જ ભૃણને ત્યજનાર માતા મળી આવી હતી. જે સગીર વયની હતી તેની પોલીસ પૂછપરછમાં તેણીએ જેતલસર જંકશનના કાના મકવાણાનું નામ ભૃણના પિતા તરીકે જણાવેલ અને ગર્ભપાત માટે ડો. સુશીલભાઈ ગોવિંદભાઇ કાનાણી તેમજ ગર્ભપાતની દવા આપનાર વિરડીયા મેડિકલ સ્ટોરના સંચાલક હરેશભાઇ કેશુભાઈ વિરડીયાનું નામ આપતા પોલીસ ત્રણેયની ધરપકડ કરી હતી. ત્યારબાદ ભૃણના ડીએનએના સેમ્પલ લઈ સગીરા તેમજ કાનાનું ડીએનએનું સેમ્પલ લઈ ગાંધીનગર ખાતે પૃથક્કરણ માટે મોકલ્યું હતું. જેમાં સગીરા સાથે ભૃણનું ડીએનએ મેચ થઈ ગયું જ્યારે કાના સાથે મેચ ન થતા પોલીસે ગોટાળે ચડી હતી. જેથી કોર્ટની મંજૂરી લઈ સગીરાની ફરીથી પુછપરછ કરતા સગીરાની કેફિયત સાંભળી પોલીસ અચંબામાં પડી ગઈ હતી. અને સગીરાની કેફીયતના બાદ કેટરસ સંચાલક અખ્તર ઓસમાણ ડબગર સગીરા તેમજ અન્ય યુવતી પાસે દેહ વેપાર કરાવતો અને અન્ય મહિલા કે જે પણ દેહ વેપાર કરાવતી તેની પાસે મોકલતો અને પોતે પણ તેણીઓના દેહ ચૂંથતો હોવાનું જણાવતા પોલીસે અખ્તરની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા ભાવિક ઉર્ફે ભાવેશભાઇ ભુપતભાઇ મેણીયા, હિરજીભાઈ ઉર્ફે હિરાભાઇ નાગજીભાઇ પાઘડાર, વસંતગીરી હંસગીરી ગોસાઈ રહે ત્રણેય જેતપુર, સાગરભાઇ બાબુભાઇ ઝાલા રહે. ઉમરકોટ, શૈલેશભાઇ મેરામણભાઇ લખધીર રહે, સરધારપુર આ પાંચ શખ્સોના નામ અખ્તરે પોલીસને આપ્યા હતાં. સગીરા અને યુવતી પાસે દેહ વેપાર કરાવનાર હસીના દાદન ખોખરનું નામ આપ્યું હતું.
પરંતુ અખ્તર સગીરા પાસે દોઢેક વર્ષથી દેહ વેપાર કરાવતો હોય એટલે ઘણા શખ્સો આમાં સંડોવાયેલ હોય પોલીસે સાત દિવસના રીમાન્ડ મેળવ્યા હતાં. જેમાં મકબુલ યુનુસ મકવાણા, ઘનશ્યામ ઉર્ફે ઘનો ભીખુભાઇ વાનાણી, પરેશ ઉર્ફે હરેશ મોહનભાઇ ચાવડા રાજેશ ઉર્ફે રાજુ ગોબર ઠુમર અને નિશાંત વિનોદભાઈ ભુવાના નામ આપતા પોલીસે હસીના ખોખર સહિત આ પાંચેયની ધરપકડ કરી હતી. હજુ બે થી ત્રણ શખ્સના નામ ખૂલતા તેની ધરપકડ બાકી હોવાનું જાણવા મળ્યું હતું.